મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ
મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે
SHARE









મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે
મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા કક્ષાની આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આયોજકોએ રજીસ્ટ્રેશન કરવા આહવાન કર્યું છે
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ બાળકોના ભવિષ્યને લઈને તેમજ બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય એ બાબતે સતત પ્રયત્નશીલ હોય છે.એ માટે અવનવી પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ કરાવતા રહે છે, એ અન્વયે બાળકોમાં રહેલ કળાને ખીલવાની મોકો મળે અને મોરબી તથા ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરે એવા ઉમદા આશયથી જિલ્લા પંચાયત- મોરબી અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાની આર્ટ કોમ્પિટિશનનું આયોજન આગામી 7,મી સપ્ટેમ્બર 2025 ના રોજ થવા જઈ રહ્યું છે. જેમાં ધો.3 થી 5,ધો.6 થી 8, ધો.9 થી 10,ધો.11 થી 12 અને ઓપન એજ ગ્રુપ એમ વયજૂથ પ્રમાણે બાળકોને અલગ અલગ વિષયો પર ચિત્રો દોરવા રહેશે. દરેક વયજૂથના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે તેમજ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવશે તો રસ ધરાવતા આર્ટિસ્ટોને https://kalyangcg.in લિંક પર સત્વરે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
Registration Link (અત્યારેજ નોંધણી કરો):
https://kalyangcg.in/
Official WhatsApp Group Link (Competition Updates માટે):
https://chat.whatsapp.com/EPAGIT3s7rN5IzGp3OcKGV?mode=ac_t
Morbi District Level *Art Championship – 2025*
Kalyan Education & Charitable Trust દ્વારા આયોજન –
*District Panchayat Morbi* ના પૂર્ણ સપોર્ટ સાથે,
અને *DDO સાહેબ શ્રી પ્રજાપતિ Sir* તરફથી વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવશે.
દરેક ગ્રુપના વિજેતાઓને ટ્રસ્ટ તરફથી આકર્ષક ગિફ્ટ્સ મળશે
અને Publicity પણ થશે.
સ્પર્ધાના વિષયો (Themes):
*STD 3 to 5*
*1. શ્રી કૃષ્ણનો માખણ ચોરતો પ્રસંગ*
*2. ચંદ્ર પર ઘર*
*3. મારું જાદુઈ રમકડું*
*STD 6 to 8*
*1. સમુદ્ર મન્થન*
*2. મારો પ્રિય સુપરહીરો દુનિયાને બચાવે*
*3. પક્ષીઓનું આકાશ*
*STD 9 to 10*
*1. મહાભારતનું કુરુક્ષેત્ર યુદ્ધ*
*2. વૃદ્ધોની વાત – યુવાઓની જવાબદારી*
*3. મોરબીનું હોનરાત*
*STD 11 to 12*
*1. ભગીરથ દ્વારા ગંગા અવતરણ*
*2. AI (Artificial Intelligence) અને માનવતા*
*3. ઝૂલતા પુલની દુર્ઘટના*
*College & Others*
*1. વિષ્ણુનું વિરાજમાન વિરાટ સ્વરૂપ દર્શન*
*2. મારું ભારત : 2047*
*3. સમયનું ચક્ર*
નિયમો (Rules):
1. નોંધણી કરાવવી ફરજિયાત છે.
2. દરેક સ્પર્ધકને પોતાના વય પ્રમાણેનો ગ્રુપ પસંદ કરવો પડશે.
3. સમય મર્યાદા: 2 કલાક.
4. ડ્રોઇંગ પેપરનું માપ: A3 સાઇઝ.
5. ક્રેયોન/વોટર કલર/ઓઇલ પેસ્ટલ્સ બધું માન્ય રહેશે.
6. વિષય યાદીમાંથી કોઈ એક વિષય જ પસંદ કરવો.
7. નામ, સ્ટાન્ડર્ડ, સ્કૂલ/કોલેજનું નામ પાછળ સ્પષ્ટ લખવું.
8. સ્પર્ધામાં સમયસર પહોંચવું ફરજિયાત છે.
9. જજિસનો નિર્ણય અંતિમ રહેશે.
10. દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.
બધા સ્કૂલ, ક્લાસિસ અને વાલીઓને વિનંતી છે કે આ મેસેજને મોરબીના દરેક બાળક સુધી પહોંચાડો.
અમે શોધી રહ્યા છીએ –
Morbi No Art Champion!
Registration Link (અત્યારેજ નોંધણી કરો):
https://kalyangcg.in/
