મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
SHARE









મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
મોરબીના વિરપર ગામે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે ડૉ.લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા ગણેશજીનું સ્થાપન, પૂજન અને યજ્ઞાદિક વિધિવિધાનો સાથે ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સિનિયર સીટીઝન ફાઉન્ડેશન- મોરબીના મહાનુભાવો, ફાઉન્ડેશનના હોદેદારશ્રીઓ અને સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂ અને ડૉ.અનીલ મહેતાએ પ્રાસંગિક વકતવ્ય આપેલ. કાર્યક્રમને અંતે લહેરૂ પરિવાર દ્વારા ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા ડૉ. લહેરૂનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.મહારાજ બાપુ ગુરૂ શામજી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડૉ. ભાવેશ જેતપરિયા, ઉપપ્રમુખ એન. એમ.ચડાસણિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા, રેખાબેન ટાંક, ઉર્મિલાબેન લહેરુ, સવજીભાઈ અઘારા, એડ.જગદીશભાઈ ઓઝા, કે.પી.ભાગિયા, પી.એન.રાકજા વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.
