મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઇના અભાવે શહેરના ગૌરવપથ સહિતના માર્ગો બન્યા ધુળપથ..!!


SHARE













મોરબીમાં સફાઇના અભાવે શહેરના ગૌરવપથ સહિતના માર્ગો બન્યા ધુળપથ..!!

લાખોના ખર્ચ છતાં પણ સુવિધાના નામે મીંડુ હોય તેવો અનુભવ કરતા શહેરીજનો

મોરબીમાં લોકોની વસ્તીના પ્રમાણમાં પાલિકામાં સફાઈ કર્મચારીઓ નથી અને જોઈએ તેટલા સફાઇ માટેના સાધનો પણ ન હોય યોગ્ય સફાઈ થતી નથી તેવી વખતોવખત ફરિયાદ ઉઠે છે. દરમિયાન શહેરના હાર્દ સમા પરાબજાર સહિતના અને બજારના અન્ય વિસ્તારો તેમજ ગૌરવપથ ગણાતા શનાળા રોડ સહિત શહેરની તમામ સોસાયટીઓમાં યોગ્ય સફાઈ થતી નથી તેવી બૂમ ઉઠી રહી છે અને સફાઈ કર્મચારીઓ મોટો કચરો ઉપાડી લે છે જ્યારે રોડ સાઇડની ધુળને ઉપાડવામાં આવતી નથી અને આખો દિવસ રોડ ઉપર ધુળ ઉડયા કરે છે એવી લોકો પાસેથી ફરિયાદ સાંભળવા મળી રહી છે ત્યારે જવાબદાર નેતા તેમજ અધીકારી આ અંગે પગલા લે તેવું મોરબીવાસીઓ ઇચ્છી રહ્યા છે.

મોરબીમાં થોડા સમય પહેલા જ લાખો નહીં કરોડોના ખર્ચે મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીનો ડબલ પટ્ટી રસ્તો બંને તરફે બનાવવામાં ખૂબ મોટી રકમનો ખર્ચો કર્યો હોવા છતાં પણ લોકોના નસીબમાં હેરાનગતિ જ લખી હોય તેવું લાગી રહ્યું છે. માતબાર ખર્ચ કરાયો હોવા છતાં પણ રોજ નિયમિતપણે સફાઈ થતી નથી એટલે શહેરમાં એન્ટ્રી થવાના મુખ્ય રસ્તે પાલિકાની કામગીરી કેવી હશે તેની લોકોને જાણ થઈ જાય છે.

તદ ઉપરાંત જોઈએ તો મોરબીના એન્ટ્રી ગેટ સમા આ રોડ ઉપર બંને સાઇડમાં ધુળના ઢગલા જોવા મળે છે.જો કે આ સમસ્યા શહેરના દરેક માર્ગો ઉપર જોવા મળી રહી છે.વર્ષો પહેલા મોરબીની વસ્તી જ્યારે એકાદ લાખની હતી ત્યારે ૩૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ મોરબી પાલિકામાં હતા અને આજે વસ્તી જ્યારે ચાર-પાંચ લાખે પહોંચી છે ત્યારે નવી ભરતી તો થતી નથી જે કોઈ નિવૃત્ત થાય અથવા અવસાન થાય તે જગ્યાએ નવા કર્મચારીની નવી ભરતી થતી નથી..! અને વર્ષોથી રોજમદાર રાખીને તેના બીલો બનાવીને કામગીરીનું ગાડું ચલાવવામાં આવે છે. જે કંઈ કામગીરી થાય છે અને કેટલા લોકોની હાજરી પુરાઈ છે અને કેટલા લોકો ખરેખર કામ ઉપર હાજર હોય છે તે અંગે અગાઉ એકક વખત આક્ષેપો થયા છે. છતાં પણ કોઇ નક્કર કામગીરી થતી નથી અને સફાઈના નામે પાલીકા દ્રારા લોટમાં લીટા જેવી કામગીરી કરવામાં આવતી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે.

રાત્રિના સફાઈ કર્મચારીઓ મોટામોટા કચરા ઉપાડી લે છે જોકે રોડ સાઇડની ધુળને ઉપાડવામાં આવતી નથી અને રોડની સાઈડમાં જ રાતે ભેગી કરી દેવામાં આવે છે જેથી કરીને મુખ્ય બજારના વેપારીઓ સવારે દુકાનો ખોલે તે સમયે તે જ ધૂળ-માટી રોડ ઉપર ફેંકે છે. આમ સવારથી સાંજ રોડ ઉપર ધુળની ફેંરાફેંકી ચાલે છે. નથી વેપારી ધુળ ભરીને કચરાના વાહનમાં નાંખતા કે નથી પાલિકાના કર્મચારીઓ કે જેની ફરજ છે તે ધુળ ભરતાં..! તેના લીધે દિવસભર શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને શહેરના હાર્દસમાન પરા બજાર સહિતના વિસ્તારોમાં સતત રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે..!

રોડ સાઇડની ધુળને લીધે વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે તેમજ પગપાળા જતા લોકો અને મોર્નિંગવોકમાં નીકળતા સમયે લોકો પડી જાય તેવા બનાવો બને છે.આવી પાલિકાની કામગીરી જોવા મળી રહી છે જેના માટે લઈને લોકોમાં પાલિકા પ્રત્યે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. કહેવાતા ગૌરવપથ શનાળા રોડની જ હાલત નથી શહેરના મુખ્ય માર્ગોથી લઇને સોસીયટી વિસ્તારોની આ જ તસ્વીર છે..! અડધા રસ્તા સુધી રેતી પથરાયેલી હોય છે જેથી ટુ-વ્હિલરવાળા ચાલકોને સ્લીપ થવાનો ભય કાયમ રહે.વહેલી સવારે ચાલવા વાળાઓને પણ એ જ ડર રહે. આ માટે લાગતા વળગતાએ ધ્યાન ઉપર લઇ જવાબદારો સામે પગલા લેવા જોઇએ તેમ લોકો જણાવી રહ્યા છે.ઉમિયા સર્કલ વાળા છેડે કાયમ રહેતો તે વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન હજુ યથાવત છે તેને લઇને પણ લોકો હેરાનગતી ભોગવી રહ્યા છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News