મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

મોરબી : રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક કુત્રિમ અંગ લગાવી આપવા સેવાયજ્ઞ


SHARE

















મોરબી : રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક કુત્રિમ અંગ લગાવી આપવા સેવાયજ્ઞ

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના કોઈપણ ગામની અપરણિત દીકરી કે જેને નાક, કાન, સ્તન, હાથ કે પગની આંગળીઓ કે પંજો કપાયેલો હોય તેમને દેખાવમાં ઓરીજનલ લાગે તેવું કુત્રિમ અંગ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક બનાવડાવી આપવામાં આવશે. જન્મજાત કે અકસ્માતે ગુમાવેલ અંગને કારણે રોજિંદા જીવનમાં અને કામકાજમાં તો અગવડ પડે જ છે પરંતુ દીકરીઓને સગપણ વખતે આવી બાબતો ઘણીવાર નડતી હોય છે.શારિરીક ખોટ-ખાંપણને લીધે જાહેરમાં કે લોકો વચ્ચે આવવામાં શરમ, સંકોચ કે લઘુતાગ્રંથિની દિકરીઓ પીડાતી પણ હોય છે.

કુત્રિમ અંગ જો ફિટ થઈ જાય તો ઘણા પ્રશ્નોનું સારું એવું સમાધાન મળી શકે એવા હેતુથી રોટરી કલબ દ્વારા આ અંગો બહુ મોંઘા બને છે તેમ છતાંય દીકરીઓ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલ છે.જો રોઇ આવી જરૂરૂયાતમંદ દિકરી ધ્યાને હોઈ તો સંપર્ક કરાવવા અપીલ કરાયેલ છે.યોગ્ય અને જરૂરિયાત વાળી દીકરીને પસંદ કરવામાં આવશે અને આખરી નિર્ણય આયોજકનો રહેશે.આ પ્રોજેક્ટ હળવદ શહેર અનેં તાલુકા પુરતો જ સીમિત રાખવામાં આવેલ છે.જેથી તાલુકાની બહારના એ પૂછપરછ માટે ફોન ન કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.વધુ વિગત માટે રોટરી કલબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા (મો. 94291 11111) અથવા નરભેરામભાઈ અઘારા (મો.94269 22055) નો સંપર્ક કરવો.




Latest News