મોરબીના નહેરૂ ગેટ ચોકમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના સતાપરથી વિનયગઢ જવાના રસ્તે બોલેરોના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
SHARE







વાંકાનેરના સતાપરથી વિનયગઢ જવાના રસ્તે બોલેરોના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
વાંકાનેરના સતાપરથી વિનયગઢ ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બોલેરો ગાડીના ચાલકે તે બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને બાઇક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ઈજા થતાં તેને સારવારમાં લઈ ગયા હતા અને બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયેલ હોય હાલમાં ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં રહેતા વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (28)એ બોલેરો ગાડી નંબર જીજે 13 એટી 9387 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સત્તાપરથી વિનયગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદીના બાઈક નંબર જીજે 13 એપી 7183 માં ફરિયાદી સહિત બે વ્યક્તિ જઇ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી બોલેરો ગાડી બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના બાઈકને ઠોકર મારતા ફરિયાદીને ડાબા હાથમાં ફેક્ટર તથા પગમાં ઈજા થયેલ છે અને બાઈકમાં પાછળ બેઠેલ વ્યક્તિને ડાબા પગ અને કમરના ભાગે ઇજા થઇ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ અકસ્માત સ્થળે બોલેરો ગાડીનો ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ આધારે ગુનો નોંધીને બોલેરો ગાડીના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
