ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ઓઇલ મામલે FSL ના રિપોર્ટ આવ્યા બાદ 3 સામે ગુનો નોંધાયો: 2 ની ધરપકડ
SHARE







ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ઓઇલ મામલે FSL ના રિપોર્ટ આવ્યા બાદ 3 સામે ગુનો નોંધાયો: 2 ની ધરપકડ
ટંકારાના લજાઈ ગામની સીમમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ગોડાઉનમાં અગાઉ એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી આંબે ત્યાં ડુપ્લિકેટ ઓઇલ બનાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે સમયે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ હાલમાં ઓઇલ કંપનીના કર્મચારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ દિલ્હીના રહેવાસી અને ઓઇલ કંપનીના કર્મચારી ગોવિંદન રંગનાથન (35) નામના યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરૂણભાઇ ગણેશભાઈ કુંડારીયા રહે. મોરબી, મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર રહે. મોરબી તથા સલમાન ખાન રહે. દિલ્હી વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા.23/10/24 ના સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં લજાઈ ગામની સીમમાં મારુતિ ઇન્ડસ્ટ્રી એરિયામાં છેવાડે આવેલ ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કેસ્ટ્રોલ કંપની તેમજ બીજી અન્ય કંપનીના ઓઇલના નામે હલકી ગુણવત્તાનું ડુપ્લિકેટ ઓઇલ બનાવી કેસ્ટ્રોલ કંપની તથા અન્ય અલગ અલગ કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલનું પેકિંગ કરતાં હતા અને તેનું બજારમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી ડુપ્લીકેટ ઓઇલ તથા અન્ય સાધન સામગ્રી તથા કાર અને મોબાઈલ ફોન વિગેરે મળીને જે તે સમયે પોલીસે 23.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કેસ્ટ્રોલ કંપની તથા અન્ય કંપની જેવા ઓઇલ ડબ્બા અને પાઉચ તૈયાર કરી ડુપ્લીકેટ ઓઇલ બજારમાં વેંચાણ કરીને કંપનીને નુકશાન કર્યું છે અને છેતરપિંડી કરેલ છે. તથા કંપની જેવા સ્ટીકર દિલ્હીના રહેવાસી સલમાન ખાન પાસે બનાવડાવીને મંગાવ્યા હતા અને તેનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ ઓઇલ બજારમાં વેચાણ કરવામાં આવ્યું હતું જેથી રેડ કરી હતી ત્યારે ઓઇલના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવતા ઓઇલ કંપનીના કર્મચારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં અરુણભાઈ ગણેશભાઈ કુંડારીયા (35) રહે. રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 404 મોરબી તથા મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર (39) રહે. બાપાસીતારામ ચોક હેરીટેજ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 101 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી સલમાન ખાન રહે. દિલ્હી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
