મોરબીના નહેરૂ ગેટ ચોકમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીના નહેરૂ ગેટ ચોકમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે નહેરૂગેટ ચોક ખાતે લોકો મન મુકીને ગરબે રમ્યા હતા. ઉલેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જો કે, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ મોરબીના નહેરૂ ગેટ ચોક ખાતે ફ્લેશ મોબનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અને નવરાત્રીને આવકારવા માટેના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. શરૂઆતમાં ખેલૈયાઓએ અહીં ઉપસ્થિત સૌ લોકોને પોતાના અવનવા ગરબા સ્ટેપ બતાવી મંત્રમુગ્ધ કર્યા હતા. બાદમાં આ ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ બીજા અનેક લોકો પણ ગરબે ઘુમવા લાગ્યા હતા.
