વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
SHARE







વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું મોત નીપજયું છે જો કે, ઇજા પામેલા બીજા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે એસ આરના પેટ્રોલપંપની પાછળના ભાગમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા (20) નામના યુવાને આઇસર નંબર જીજે 3 સીયું 7091 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા ગામ તરફ ફરિયાદી પોતાના બાઈક નંબર જીજે 1 યુઇ 2894 માં અનિલભાઈને પાછળ બેસાડીને જઈ રહ્યો હતો દરમિયાન વાંકાનેરથી વાકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આઇસર ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને રોડની કટ પાસે જોયા વગર વાહન લઈને નીકળતા રોડ ક્રોસ કરી રહેલ ફરિયાદીના બાઇકને આઇસરની ખાલી સાઈડમાં હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને પેટ, જમણા પગ અને શરીરે ઇજાઓ થઈ હતી અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા અનિલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન અનિલભાઈનું મોત નીપજયું હતુ જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઈજા પામેલા રણજીતભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
