હળવદમાં પત્ની સાથે વ્હોટ્સએપમાં વાતચીત કરનારા શખ્સને ઠપકો આપનારા પતિ સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ મારમાર્યો
SHARE







હળવદમાં પત્ની સાથે વ્હોટ્સએપમાં વાતચીત કરનારા શખ્સને ઠપકો આપનારા પતિ સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ મારમાર્યો
હળવદમાં જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની સાથે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત કરનારા શખ્સને વાતચીત કરવાની ના પાડી હતી જે બાબતનું ઉપરાણું લઈને ચાર શખ્સો યુવાન પાસે આવ્યા હતા અને યુવાન તથા તેના ભાઈ અને કૌટુંબિક મામાને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે હુમલો કરીને બે વ્યક્તિને હાથે પગે, શરીરે તથા માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ જીઆઇડીસીમાં બાલાજી કારખાના પાસે રહેતા કરણભાઈ બળદેવભાઈ સડલીયા (21)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવભાઈ મનુભાઈ કોળી અને રામો કોળી રહે. બંને ભવાનીનગર હળવદ તથા ભાવેશભાઈ લાલદાસભાઇ સાધુ અને હગો કોળી રહે બંને હરી દર્શન સોસાયટી હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના પત્ની સાથે રોહન રાવળદેવ વ્હોટ્સએપ મેસેજથી વાતચીત કરતો હતો જે બાબતે ફરિયાદીએ રોહનને વાતચીત નહીં કરવા માટે કહ્યું હતું જેથી રોહનનું ઉપરાણું લઈને ચારેય આરોપીઓ આવ્યા હતા અને વેગડવાવ રોડ ફાટક પાસે ફરિયાદી અને તેના ભાઈ તેમજ કૌટુંબિક મામાને ગાળો આપી હતી ત્યારબાદ ફરિયાદીના ભાઈ નકુલ ઉર્ફે અર્જુનને હગો કોળીએ લાકડાના ધોકા વડે માથાના ભાગે અને કાન પાસે મારમારીને ઇજા કરી હતી જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ મનસુખભાઈને જમણા હાથમાં ધોકો મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ કરણભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
