મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS ગુનામાં આરોપી ઝડપાયો
SHARE







મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS ગુનામાં આરોપી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ એનડીપીએસનો ગુના નોંધાયો હતો જેમાં આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને મોરબી એસઓજીની ટીમે પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એસઓજીની ટીમ નશીલા પદાર્થનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સોની સામે કાર્યવાહી કરી રહી છે અને નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં એસઓજીની ટિમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર મિલ પ્લોટ વાળો વાંકાનેરમાં હોવાની બાતમી મળી હતી જેથી એસઓજીની ટીમે ત્યાંથી આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
