વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લુણસર ગામે યોજાયેલ કેમ્પનો ૩૨૩ દર્દીઓને સારવારનો લાભ લીધો, ૨૫ લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબીના લુણસર ગામે યોજાયેલ કેમ્પનો ૩૨૩ દર્દીઓને સારવારનો લાભ લીધો, ૨૫ લોકોએ કર્યું રક્તદાન

મોરબી જીલ્લામાં "સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન" નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાંમાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે લુણસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડીકલ કેમ્પનું આયોજન તથા બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતુ. આ કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધી વાઘજીભાઇ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા પ્રમુખ ભાજપ, કીરીટભાઇ વસિયાણી તાલુકા પંચાયત સદસ્ય, ડાયાબાપા સરપંચ અને ગામના રાજકીય આગેવાનો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે.શ્રીવાસ્તવતાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આરીફ થતા CHC લુણસરના અધિક્ષક ડોક્ટર મિલન વડાવિયા તથા  PHC પાડધરાના મેડિકલ ઓફિસર કે.એ. માથકિયા અને CHC-PHC નો તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો  ઉપસ્થિત રહેલ.આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાત મેડીકલ ટીમમાં સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળરોગ, દાંતના રોગ ફિઝિશિયન ડોક્ટર, ચામડી ના રોગ અને કાન નાક ગળા ના રોગ ના ડોકટરો દ્વારા સારવાર  આપવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ રોગોના કુલ ૩૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે અને  બ્લડ ડોનેટ કેમ્પ માં ૨૫ બોટલ બ્લડ દાતાઓ દ્વારા દાન કરવામાં આવેલ છે.






Latest News