મોરબીના લુણસર ગામે યોજાયેલ કેમ્પનો ૩૨૩ દર્દીઓને સારવારનો લાભ લીધો, ૨૫ લોકોએ કર્યું રક્તદાન
મોરબી જીલ્લામાં મેઘરાજએ બેટિંગ, અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ: અર્વાચીન ગરબા બંધ: જુદાજુદા વિસ્તારોમાં ચાલુ વરસાદે લોકોએ ગરબા લીધા
SHARE







મોરબી જીલ્લામાં મેઘરાજએ બેટિંગ, અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ: અર્વાચીન ગરબા બંધ: જુદાજુદા વિસ્તારોમાં ચાલુ વરસાદે લોકોએ ગરબા લીધા
મોરબી જીલ્લામાં ગઇકાલે સાંજે વરસાદ શરૂ થયો હતો અને મોડી રાત સુધી હળવો ભારે વરસાદ જિલ્લાના પાંચેય તાલુકામાં પડ્યો હતો અને અડધાથી લઈને પોણા બે ઇંચ જેટલો વરસાદ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં નોંધાયેલ છે જો કે, ગઇકાલે વરસાદ હોવાના કારણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં અર્વાચીન રસોત્સવના આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યાં સાતમાં નોરતે વરસાદી માહોલને ધ્યાને રાખીને આયોજકો દ્વારા ગરબા બંધ રાખવામા આવ્યા હતા અને સાતમા નોરતાંના પાસ દશેરાના દિવસે ખેલૈયાઓ ઉપયોગ કરી શકશે તેવી જાહેરાત કરી હતી. બીજી બાજુ શેરી ગરબા અને ગરબીના જે આયોજન કરવામાં આવ્યા હતા ત્યાં કેટલીક જગ્યાએ લોકોએ વરસતા વરસાદે ગરબા લઈને માતાજીની આરાધના કરી હતી.
નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યા હોય છે અને છેલ્લા છ દિવસથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં જે ખાનગી પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યાં ખેલૈયાઓ દ્વારા અવનવા ફ્રી સ્ટાઈલ સ્ટેપ સાથે રાસ ગરબાની રમઝટ બોલવામાં આવતી હતી દરમિયાન સાતમા નોરતે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થયો હતો અને મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યો હતો અને આકાશમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા જેથી મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે જુદાજુદા વિસ્તારોમાં જે ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા તેને વરસાદી માહોલના કારણે સાતમા નોરતે ખેલૈયાઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. અને સાતમા નોરતાનો પાસ દશેરાના દિવસો ઉપયોગમાં લઇ શકાશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે અને રવાપર ગામ પાસે જે ખાનગી પાર્ટી પ્લોટની અંદર અર્વાચીન રસોત્સવને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે, મોરબીના શિવનગર ગામ, રવપર રોડે આવેલ હરિહરનગર, અવધ સોસાયટી, શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સહિતના કેટલાક વિસ્તારોમાં ચાલુ વરસાદે સ્થાનિક લોકો દ્વારા ગરબા લેવામાં આવ્યા હતા જયારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જયોત સોસાયટીમાં લોકોએ ઓપરેશન સિંદુરની થીમ ઉપર ગરબા લીધા હતા. તો મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ અમુક પ્રાચીન ગરબીઓમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબી બંધ રાખીને આયોજકો અને બાળાઓ દ્વારા માત્ર પાંચ ગરબા ગાવામાં આવ્યા હતા.
વધુમાં મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સાતમા નોરતે વરસાદ નોંધાયેલ છે જેમાં માળીયા તાલુકામાં પોણા બે ઇંચ, મોરબીમાં એક ઇંચ, ટંકારા અને વાંકનેરમાં પોણો ઇંચ તેમજ હળવદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયેલ છે જેથી કરીને ખેડૂતોના કપાસ મગફળી સહિતના તૈયાર માલને નુકશાન થયું છે. અને હજુ પણ વરસાદની આગાહી છે જોકે, આજે સવારથી મોરબી જીલ્લામાં સૂર્યનારાયણ દેખાયા છે પરંતુ સાંજ સુધીમાં વાતાવરણમાં પલટો આવેલ અને નવરાત્રિમાં ફરી પછી મેઘરાજા બેટિંગ કરે તો નવાઈ નથી.
