મોરબીના ઓમ શાંતિ પાર્કમાં નશાની હાલતમાં ઘરે પત્ની સાથે માથાકૂટ કરનારા યુવાન સામે બે ગુના નોંધાયા
વાંકાનેર-કુવાડવા રોડને 12.75 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
SHARE







વાંકાનેર-કુવાડવા રોડને 12.75 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે વાંકાનેરથી કુવાડવા રોડ 12.75 કરોડનાં ખર્ચે રિસર્ફેસિંગ કરવા માટેના કામનું ખાતમુહૂર્ત વાંકાનેર લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા,વાંકાનેર કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બ્રિજરાજસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, મેરૂભાઈ સરૈયા, લખાભાઈ હીરાભાઈ, કાંતિભાઈ કુંઢીયા, ધીરૂભાઈ ડાંગર, ડાયાભાઈ સરૈયા, જયંતીભાઈ મદ્રેસણીયા તેમજ વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો, સરપંચઓ સહિત લોકો હાજર રહ્યા હતા.
