મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબી શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કરીને જ્ઞાન મેળવ્યુ


SHARE













મોરબી શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કરીને જ્ઞાન મેળવ્યુ

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ હંમેશા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર પણ સર્વાંગી શિક્ષણ આપવાનો વિશ્વાસ રાખે છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કોલેજ દ્વારા મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અદાણી ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલ ઉડાનગેટ ઇન્સ્પાયર્ડહેઠળ યોજાયો છે.

આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનો હેતુ વિદ્યાર્થીઓને ભારતના ઔદ્યોગિક વિકાસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જીવંત ઉદાહરણો સાથે પરિચિત કરાવવાનો છે. ગુજરાતમાં આવેલું મુંદ્રા, અદાણી ગ્રુપની અનેક વૈશ્વિક સ્તરની યોજનાઓનું કેન્દ્ર છે અને દેશના વેપાર, ઊર્જા તથા નવીનતાનું ગેટવે ગણાય છે. આ પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ જે સ્થળોની મુલાકાત લીધેલ હતી તેમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.. અદાણી પાવર મુંદ્રા લિ., અદાણી વિલમર લિ., અદાણી સોલાર, અદાણી વિન્ડ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી. અને વિદ્યાર્થીઓને આ મુલાકાતથી મૅનેજમેન્ટ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, મેન્યુફૅકચરિંગ તેમજ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં વાસ્તવિક જ્ઞાન મળ્યું હતું. જે તેને ભવિષ્યમાં કામ આવશે.

વધુમાં કોલેજના સંચાલદ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ્સ વિદ્યાર્થીઓ માટે અનુભવ આધારિત શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. અદાણી પોર્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્વેલ નથી પરંતુ તે ભારતની વિકાસગાથાનું પ્રતીક છે. આવી મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓને મોટી કંપનીઓના કાર્યપદ્ધતિ અને મેનેજમેન્ટ વિશે જ્ઞાન મળે છે, જે તેમને આગલા સમયમાં નેતૃત્વ માટે તૈયાર કરશે.શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ હંમેશા નવા પ્રયોગો, સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગો સાથેના ઈન્ટરઍક્શન પર ભાર મૂકે છે. મુંદ્રાની આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કોલેજના મિશનનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે, જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન સાથે પ્રેક્ટિકલ અનુભવ આપીને તેમને પ્રેરિત અને સશક્ત બનાવશે.




Latest News