મોરબીના ઓમ શાંતિ પાર્કમાં નશાની હાલતમાં ઘરે પત્ની સાથે માથાકૂટ કરનારા યુવાન સામે બે ગુના નોંધાયા
SHARE







મોરબીના ઓમ શાંતિ પાર્કમાં નશાની હાલતમાં ઘરે પત્ની સાથે માથાકૂટ કરનારા યુવાન સામે બે ગુના નોંધાયા
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતો યુવાન નશાની હાલતમાં તેની પત્ની સાથે માથાકૂટ કરતો હતો જેથી મહિલાએ 112 નંબર ઉપર ફોન કર્યો હતો જેથી પોલીસે તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે સ્થળ ઉપરથી નશાની હાલતમાં યુવાન મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી દારૂની નાની બે બોટલો મળી આવતા પોલીસે યુવાનને પકડીને તેની સામે દારૂ પીવાનો અને જથ્થાનો જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા અનિલભાઈ રતનજીભાઈ કાંજીયા (35)ના ઘરે પોલીસ પહોંચી હતી ત્યારે તે યુવાન નશાની હાલતમાં મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી દારૂની નાની એક અડધી અને એક આખી આમ કુલ બે બોટલો મળી આવતા પોલીસે 450 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અનિલભાઈ કાંજીયાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીવાનો તથા જથ્થાનો એમ જુદા જુદા બે ગુના નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અનિલભાઈ કાંજીયા તેના ઘરે નશાની હાલતમાં પત્ની સાથે માથાકૂટ કરતા હતા જેથી તેની પત્નીએ 112 નંબર ઉપર ફોન કર્યો હતો માટે પોલીસ તેના ઘરે પહોંચી હતી ત્યારે અનિલભાઈ કાંજીયા નશાની હાલતમાં હતા અને દારૂની બોટલો પણ ત્યાંથી મળી આવી હતી જેથી પોલીસે નશાની હાલતમાં ધમાલ કરનારા શખ્સની શાન ઠેકાણે લાવવા માટે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
ચોટીલામાં રહેતા રંજનબેન રમેશભાઈ મેસવાણિયા (30) નામના મહિલાને ચોટીલા પાસે બાઈક અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના આમરણ ગામે રહેતા કાશીબેન વશરામભાઈ ભીમાણી (79) નામના વૃદ્ધા દીકરા સાથે બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઉમિયાનગર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
