મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: NSS સ્વયં સેવકોએ ટીબીના દર્દીઓને સહયોગ આપવા પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર કર્યું રજીસ્ટ્રેશન


SHARE











વાંકાનેર: NSS સ્વયં સેવકોએ ટીબીના દર્દીઓને સહયોગ આપવા પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર કર્યું રજીસ્ટ્રેશન

વાંકાનેર મુકામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન-નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત શ્રી એચ.એન.દોશી આર્ટસ & આર.એન.દોશી કોમર્સ કોલેજના NSS સ્વયં સેવકોએ ટીબીના દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું.

ટીબી મુકત ભારત અભિયાન' અંતર્ગત "નિક્ષય મિત્ર પહેલ" દ્વારા ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વંયસેવકની સક્રિય ભાગીદારી જરૂરી છે. જેથી તેઓ પોતાના વિસ્તારના ટીબી દર્દીઓના "નિક્ષય મિત્રબનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે. જે માટે વાંકાનેર મુકામે શ્રી દોશી આર્ટસ &કોમર્સ કોલેજમાં જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકાર દ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતી આપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તેની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોને પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે "નિક્ષય પોર્ટલ" પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા. નિક્ષય મિત્ર પહેલ તથા ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NSS સ્વયંસેવકોને સહકાર આપવા માટે જીલ્લા ક્ષય કેન્દ્ર ના પ્રોગ્રામ કો. ઓર્ડીનેટર પિયુષભાઈ  જોષીએ આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુથને નિક્ષય મિત્ર તરીકે જોડાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, વાંકાનેર તાલુકાના ટીબી સુપરવાઈઝર  અક્ષયભાઈ સાપરા અને.એસ.એસ. પી.ઓ.-ડિસ્ટ્રીક કો.ઓર્ડીનેટર ડૉ.મયૂર જાની જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ ચુડાસમાભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News