મોરબીના ફીદાય પાર્કમાં રહેતા શખ્સનાં ઘરમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી
SHARE







મોરબીના ફીદાય પાર્કમાં રહેતા શખ્સનાં ઘરમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી
મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ ફીદાય પાર્કમાં રહેતા શખ્સના ઘરમાં હથિયાર હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટનું એક હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતના હથિયાર સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન વિજયદાન ગઢવી અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ફિદાય પાર્કમાં રહેતા રાજુભાઈ પબાણીના મકાનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જહતી પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી રાજુભાઈ અબ્દુલભાઈ પબાણી (39) રહે. કંડલા બાયપાસ રોડ ફિદાય પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ગેલ ભવાની હોટલની પાછળના ભાગમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કેતનભાઇ છગનભાઈ ગાગડીયા (36) રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 450 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે માળીયા મિયાણાંના વાગડિયા જાપાથી કન્ટેનર યાર્ડ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નિજામભાઈ ઇકબાલભાઈ ખોડ (30) રહે માલાની શેરી મોટી બજાર માળીયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 270 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
