મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ
વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE







વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અખિલેશ ચંદ્રબલી યાદવ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની ઓરડીની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કિરણભાઈ પાટડીયા (45) રહે. લુણસર ગામ તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મહિલા સારવારમાં
હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ થાવરા (25) નામની મહિલાએ કોઈપણ કારણોસર દવા પી લેતા તે બેભાન થઈ ગયા છે જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
જોડિયા તાલુકાના દુધઈ ગામે રહેતા હરિબેન જેઠાભાઈ ખીટ (50) નામના મહિલા ગામમાંથી બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
