વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું
SHARE







હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું
હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે મનોમન લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રાયસંગપર ગામે નારણભાઈ શંકરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ ઉર્ફે સમીર દૂરસિંગભાઈ નાયક (27) નામના યુવાને ગત તા. 16/9/25 ના રોજ નાગરભાઈ પોપટભાઈની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગઈકાલે તા. 3/10/25 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની જારલીબેન સબીરભાઈ નાયક રહે હાલ રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેની અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અલ્તાફ કાસમભાઇ (39) નામના યુવાનને ગાંધી ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
