મોરબીમાં અહંકારી રાવણને રોડ ઉપર લઈને નીકળતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત
મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ
SHARE







મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ
મોરબીની એસપી કચેરી ખાતે રાજકોટ વિભાગનાં આઇ.જી. અશોકકુમારની અધ્યક્ષતામાં આયોજીત મિટિંગમાં સિરામિક એસોસિએશન અને અન્ય વિવિધ ઉધોગના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે મોરબીના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં ટ્રાફિક, સાઇબર ક્રાઇમના બનાવો અને તેને અટકાવવા શુ શુ પગલા લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમાં સાયબર ક્રાઇમ થયો હોય ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ માં ફોન કરી મદદ મેળવી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ઉધોગોમાં રોજીરોટી માટે આવતા કર્મચારીઓની સલામતી માટે “હેલ્મેટ વગર નો એન્ટ્રી “ બાબતની કાળજી લેવામાં આવે તો મહદઅંશે રોડ પર થતા એક્સિડન્ટમાં જાનહાનિ ટાળી શકાય છે. અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલિસ તંત્ર હંમેશા કડકહાથે કાર્યવાહી કરતુ આવ્યુ છે અને કરતુ રહેશે. મોરબીમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વારી કાર તાત્કાલિક ડીટેઇન થશે તેવી બાબતની માર્મિક ટકોર અધિકારી કરી હતી. અને ખાસ કરીને રેન્જ આઇ.જી. અવાર નવાર ઉધોગકાર સાથે બેઠક કરીને તેઓના પ્રશ્નોની સમીક્ષા કરીને તાત્કાલીક નિરાકરણ લાવતા હોય છે જેથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તેઓઑ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ બેઠકમાં એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડાં વિરલ દલવાડી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.
