વાંકાનેરના સરતાનપર રોડે અંકિત કિરાણા જનરલ સ્ટોર નામની દુકાનમાંથી 14 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
SHARE







વાંકાનેરના સરતાનપર રોડે અંકિત કિરાણા જનરલ સ્ટોર નામની દુકાનમાંથી 14 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ અંકિત કિરાણા જનરલ સ્ટોર એન્ડ કટલેરી નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 14 બોટલ મળી આવતા 18200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરતાનપર રોડ ઉપર આવેલ અંકિત કિરાણા જનરલ સ્ટોર અને કટલેરી નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી દારૂની 14 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 18,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ રહે. વિશાલદીપ કોમ્પ્લેક્સ રૂમ નંબર 60 લાલપર મૂળ રહે બિહાર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર હરિઓમ પાર્કમાં રહેતા વર્ષાબેન વસંતભાઈ સોલંકી (30) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાળક સારવારમાં
ચરડવા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હળવદના કડીયાણા ગામે રહેતા વિશાલ વાઘેલા (14) નામના બાળકને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
