મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાતાં ડ્રાઈવર, કંડક્ટર સહિત ત્રણને ઇજા


SHARE













માળીયા (મી) નજીક બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાતાં ડ્રાઈવર, કંડક્ટર સહિત ત્રણને ઇજા

મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ સામે રસ્તા ઉપર ટ્રક ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ કે આડસ રાખ્યા વગર પોતાનો ટ્રક રોડ સાઈડમાં ઉભો રાખ્યો હતો જેમાં પાછળથી એસટી બસ અથડાવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં એસટીના ડ્રાઇવર, કંડકટર તથા એક મુસાફરને ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ એસટીના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી વખતે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલ શિવકુંજ સોસાયટીમાં રહેતા જયેશકુમાર રામજીભાઈ સિંધવ (42)એ ટ્રક નંબર જીજે 12 બીએફ 3843 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર માળિયા નજીક આવેલ દેવ સોલ્ટ કારખાના સામે રોડ ઉપર ટ્રક ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ કે આડસ રાખ્યા વગર પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો ત્યારે ફરિયાદી તેના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 0175 લઈને નીકળ્યા હતા અને ટ્રકની પાછળના ભાગમાં તેને એસટી બસ અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી તથા બસના કંડકટર ભગીરથસિંહ અને એક મુસાફર મોહબતસિંહ જાડેજાને શરીરને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માતો બનાવ બન્યો હતો જે બનાવમાં બાબુભાઈ વશરામભાઈ સોલંકી (32) તથા ભારતીબેન બાબુભાઈ સોલંકી (30) નામના બે વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા દેવગીરી મહાદેવગીરી ગોસાઈ (63) નામના વૃદ્ધ નાગડાવાસથી એકટીવા લઈને ગુંગણ ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી કાર ચાલકે તેઓના વાહનને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News