હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેરના સિંધાવદર ગામે પરસ્ત્રી સાથે પ્રેમ સબંધ બાબતે પત્નીએ ઠપકો આપતા એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે પરસ્ત્રી સાથે પ્રેમ સબંધ બાબતે પત્નીએ ઠપકો આપતા એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના સિંધાવદર ગામે આવેલ ગાત્રાળનગરમાં રહેતા યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે યુવાનને તેની પત્નીએ ઠપકો આપ્યો હતો અને તે બાબતે લાગી આવતા યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતકના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (30) નામના યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની રીંકલબેન મનીષભાઈ ચાવડા (26) રહે. સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી મૃતક યુવાનને તેની પત્ની દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને તે બાબતે તેને લાગી આવતા યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઈક સ્લીપ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધરતી પાર્કમાં રહેતા વિનેસ દુર્લભજીભાઈ એરણીયા (37) નામનો યુવાન કુળદેવી ડેરી પાસે પંચાસર રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
સાપ કરડી ગયો
માળીયા મીયાણાના ખીરઈ ગામે રહેતા ઈકબાલ હાસમભાઇ માલાણી (45) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
