વાંકાનેરમાં નદીના પટમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
SHARE







વાંકાનેરમાં નદીના પટમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
વાંકાનેર શહેરમાં આઝાદ ગોલા વાળી શેરીમાં નદીના પટમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1950 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આઝાદ ગોલા વાળી શેરીમાં નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ રમેશભાઈ કુવાડીયા (32) રહે ગ્રીન ચોક વાંકાનેર, જયસુખભાઈ જીતુભાઈ કુવાડીયા (22) રહે. આઝાદ ગોલા વાળી શેરી વાંકાનેર, અનિલભાઈ ગુલાબભાઈ માંગરોલીયા (33) રહે. નાગબાઈની ડેરી પાસે ઘૂટું રોડ મોરબી, ઇસ્માઈલભાઈ મામદભાઈ શેખ (40) રહે. સીટી સ્ટેશન રોડ વાંકાનેર અને હુસેનભાઇ રાયબભાઈ કટિયા (35) રહે. વીસીપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1950 રૂપિયાની રોકડા સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
