મોરબીના ટિંબડી પાટીયા પાસે યુવાનને કચડી નાખનારા ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાંથી 36 બોટલ દારૂ સાથે એક પકડાયો: મોરબીમાં 100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ
SHARE







માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાંથી 36 બોટલ દારૂ સાથે એક પકડાયો: મોરબીમાં 100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ
માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,920 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માણાબા ગામે રહેતા નિલેશભાઈ ઝીંઝવાડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 7,920 ની કિંમતના દારૂ સાથે આરોપી નિલેશભાઈ દેવશીભાઈ ઝિંઝવાડીયા (25) રહે. માણાબા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લવેલ હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઇ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોક પાસેથી 100 લિટર દેશી દારૂના જથ્થા સાથે મહિલા મળી આવી હતી જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મહિલા સલમાબેન તોફિકભાઈ ચાનીયા (29) રહે. પરસોતમ ચોક શેરી નં-4 મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રણજીત દેગામા રહે. લીલાપર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને રણજીત દેગામાને પકડવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે.
