મોરબીમાં વાતચીત ન કરતી યુવતીને છરી બતાવીને મારી નાખવાની પૂર્વ પ્રેમીએ આપી ધમકી
SHARE







મોરબીમાં વાતચીત ન કરતી યુવતીને છરી બતાવીને મારી નાખવાની પૂર્વ પ્રેમીએ આપી ધમકી
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતી સાથે જે શખ્સને પ્રેમ સંબંધ હતો તે શખ્સની સાથે યુવતી વાતચીત કરતી ન હતી અને તેને બોલાવતી ન હતી જેથી તે શખ્સે યુવતીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી બતાવી હતી જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની દીકરી બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી અને તેને અગાઉ તોફીક ગુલામહુસેન સુમરા રહે, વીસીપરા મોરબી વાળા સાથે પ્રેમ સંબંધ હતો. જો કે ત્યારબાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને તેને બોલાવતી પણ ન હતી જેથી આરોપીએ તે યુવતીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને છરી બતાવી હતી જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
