મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા મયુર પુલ-ઓમ શાંતિ વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા યોજશે


SHARE





મોરબી મહાપાલિકા દ્વારા મયુર પુલ-ઓમ શાંતિ વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા યોજશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પાવન અવસર નિમિત્તે શહેરના નાગરિકોમાં કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા તેમજ દિવાળીના ઉત્સવને રંગીન અને સૌહાર્દપૂર્ણ બનાવવાના હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાનું આયોજન રવિવાર તા. ૧૯/૧૦ ના રોજ સાંજે ૩.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન કરવામાં આવનાર છે. સ્પર્ધા માટે બે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મયુર બ્રીજ પર રોટરી ક્લબ અને મહાનગરપાલિકા તેમજ  ઓમ શાંતિ વિદ્યાલયમાં લાયન્સ ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. નાગરિકોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે મોરબી મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે. આ સ્પર્ધામાં તમામ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકે છે, જેથી નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી શકશે.

આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળીની કૃતિઓને મહાનગરપાલિકા તરફથી ઇનામ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોરબી મહાપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. મોરબી મહાપાલિકા સૌ નાગરિકોને આ દિવાળીને સર્જનાત્મકતા, સૌહાર્દ અને રંગોની ઉજાસ સાથે ઉજવવા અપીલ કરે છે. આ ઉપરાંત મોરબી મહાપાલિકા દ્વારા પણ વિવિધ જગ્યાઓ પર રંગોળીઓ કરવામાં આવશે. આ સ્પર્ધામાં રજીસ્ટર કરવા માટે મયુર પુલ ખાતે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે રસેશભાઈ મહેતા (૯૮૯૮૦૭૧૪૭૫) તથા બંસીબેન શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) અને ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે ચંદ્રિકાબેન પલાણ (૯૧૦૬૮૭૭૧૪૮) અલ્પાબેન કક્કડ (૯૦૨૩૧૦૪૪૪૬) ભારતીબેન રાચ્છ (૯૦૯૯૩૪૭૭૩) નો સંપર્ક કરવા મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે




Latest News