મોરબીમાં આજે દિવાળી: સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજ્યના મંત્રી બનાવવામાં આવતા શહેર ભાજપ દ્વારા આતિશબાજી
SHARE














મોરબીમાં આજે દિવાળી: સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજ્યના મંત્રી બનાવવામાં આવતા શહેર ભાજપ દ્વારા આતિશબાજી
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજયના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આજે દિવાળી જેવો માહોલ છે અને અતિશબાજી કરીને ઢોલ નગારે સાથે તેઓના મંત્રી પદને ભાજપ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યું છે. અને આગામી સમયમાં મોરબી શહેર જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બહારના કામો થશે તેવી લાગણી સહુકોઈએ વ્યક્ત કરી છે.
આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા વર્તમાન મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના માજી સભ્યો અને અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અતિશબાજી કરવામાં આવી હતી અને લગભગ અડધો કલાક સુધી અતિશબાજી ચાલુ રહી હતી. અને ઢોલ નગારા સાથે આજે ભાજપના કાર્યકર્તા જૂમી ઉઠયા હતા. અને મોરબી ભાજપ પરિવારમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
મોરબીના કાંતિભાઈ અમૃતિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાના પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતૃત્વના નિર્ણય બદલ મોરબી ભાજપ પરિવારે સહુકોઈનો આભર વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં મોરબી શહેર, જિલ્લા અને રાજ્યમાં કલ્પના બહારના વિકાસના કામો નવા મંત્રી મંડળ કરવામાં આવશે અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં અનેક વિકાસ કામો કરવામાં આવશે તેવી સહુકોઈ આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ, કેતનભાઈ વિલપરા, આપભાઈ કુંભરવાડીયા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, બાબુભાઇ પરમાર, દીપકભાઈ પોપટ, આસિફભાઈ ઘાંચી, નરેન્દ્રભાઈ પોપટ, નયનભાઇ કાવર, સુરેશભાઇ સીરોહિયા, ગિરિરાજસિંહ ઝાલા, વિક્રમભાઈ વાંક, કેયૂરભાઈ પંડ્યા, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ, રાહુલભાઈ હુંબલ, બ્રિજેશભાઇ કુંભરવાડીયા, મનુભાઈ સારેસા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા.

