મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરના સીટી વિસ્તારમાંથી કોળી સગીરાનું અપહરણ 


SHARE

















વાંકાનેરના સીટી વિસ્તારમાંથી કોળી સગીરાનું અપહરણ 

વાંકાનેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારમાં રહેતા કોળી પરિવારની સગીરવયની દીકરીનું કોળી યુવાન અપહરણ કરી ગયો હોય તે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.

વાંકાનેર સીટી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના સીટી વિસ્તારમાં રહેતા પરીવારની સગીરવયની દીકરીનું વાંકાનેરના મીલ પ્લોટ ડબલચાલી વિસ્તારમાં રહેતો વિશાલ ભુપત કોળી નામનો શખ્સ ગત તા.૧૩-૬ ના અપહરણ કરી ગયો હોય પરિવારે ઘરમેળે તપાસ કરી હતી છતા પણ સગીરાની ભાળ ન મળતા અંતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પીઆઇ એચ.એન.રાઠોડે ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

બિયર સાથે એક પકડાયો

હળવદ પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે માથક ગામના પાટિયા પાસે હળવદ-મોરબી સ્ટેટ હાઇવે પાસેથી નીકળેલા રાજેશ મેલા કુડેચા કોળી (૨૮) મજૂરીકામ રહે. રામગઢ (વિરેન્દ્રગઢ) તા.ધાંગધ્રા સુરેન્દ્રનગર વાળાને અટકાવ્યો હતો અને તેની ઝડતી લેતાં તેની પાસેથી બિયરના બે ટીન મળી આવતા રૂપિયા ૨૦૦ ની કિંમતના બે બીયરના ટીન સાથે હાલમાં ધાંગધ્રા રામગઢ ગામના રાજેશ કોળીની ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News