મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
વાંકાનેર: કાવું મારતા સમયે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું, એક યુવાનના પગ ઉપરથી ટાયરનો જોટો ફરી ગયો
SHARE
વાંકાનેર: કાવું મારતા સમયે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું, એક યુવાનના પગ ઉપરથી ટાયરનો જોટો ફરી ગયો
વાંકાનેરના ગારીડા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર ચાલકે તે બાઈકને કાવું મારવા જતા ડમ્પરના પાછળના જોટામાં બાઈક અથડાયું હતું જેથી બાઇક ઉપર જઇ રહેલા બંને યુવાનો રસ્તા ઉપર નીચે પટકાયા હતા જે પૈકીનાં એકને માથાના ભાગે ઇજા થઈ હતી જો કે, બાઈક ચલાવી રહેલ યુવાન ડમ્પર બાજુ પડતાં તેનો ડાબો પગ ડમ્પરના પાછળના જોટામાં આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજા થઈ હતી આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભ ઇજાગ્રસ્ત યુવાને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ સનરાઈઝ સ્ટીલ કારખાનાની કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલભાઈ રામસ્વરૂપ ગરવા (25)એ હાલમાં ડમ્પર નંબર જીજે 12 બીવાય 9354 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે તથા સુનિલ મીનારામ બીશ્નોઇ બંને બાઈક નંબર જીજે 36 એબી 7681 લઈને વાંકાનેર રેલ્વે સ્ટેશનથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સનરાઈઝ સ્ટીલ કારખાને જતા હતા ત્યારે બાઈક સુનિલ ચલાવતો હતો અને ગારીડા ગામ પાસે હાઇવે ઉપર ડમ્પરના ચાલકે સુનિલના બાઈકનું કાવું મારતા બાઈક ડમ્પરના પાછળના જોટામાં અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી તથા સાહેદને માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી તેમજ બાઇક ચલાવી રહેલ સુનિલ ડમ્પર સાઈડમાં પડતા તેનો ડાબો પગ ડમ્પરના પાછળના જોટામાં આવી ગયો હતો જેથી તેને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવ બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
પાંચ બીયરના ટીન સાથે પકડાયો
ટંકારાના સજનપર ગામથી ઘુનડા ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી બાઈક નંબર જીજે 3 ઇએમ 7046 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા જેથી 500 રૂપિયાની કિંમતનો બિયરનો અને 20,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 20,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને દીવલભાઇ વરસીંગભાઇ મૈડા (32) રહે. હાલ રાધે ફાર્મ વાળા રસ્તે લાલજીભાઈ પટેલની વાડીની ઓરડોમાં સજનપર મૂળ રહે. દાહોદ વાળાને પકડીને તેની સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









