મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE









મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી રિક્ષામાં બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગે જઈ રહેલ મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડ્યું હતું જેથી રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ નુરમામદભાઈ ગાલબ (37)એ મિક્સર મશીન વાહન નંબર જીજે 36 એસ 6959 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે દરગાહની સામેથી તેઓ પોતાની રિક્ષા નંબર જીજે 18 બિયું 6675 લઈને મોરબીથી ચરાડવા જઈ રહ્યા હતા દરમિયાન આગળના ભાગે જઈ રહેલ મિક્સર મશીન વાહનના ચાલકે પોતાના વાહનને અચાનક બ્રેક કરી હતી જેથી કરીને મિક્સર મશીનની પાછળના ભાગનું બકેટ ફરિયાદીની રીક્ષા ઉપર પડ્યું હતું જેથી ફરિયાદીને ડાબા પગમાં ફેક્ચર તથા રિક્ષામાં બેઠેલ અલારખાભાઈને સામાન્ય ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ઈકબાલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News