વાંકાનેરના રાતાવિરડા ગામે ઓરડીમાંથી 120 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ
SHARE
વાંકાનેરના રાતાવિરડા ગામે ઓરડીમાંથી 120 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય તેના સહિત તપાસમાં જેના નામ સામે આવે તેને પકડવા માટે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમારને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં રહેણાંક મકાનની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે 1.56 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 1.61 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈ લખમણભાઇ જમોડ રહે. હાલ રાતાવિરડા ગામની સીમમાં ડિકોર સીરામીકની સામે મનસુખભાઈની ઓરડીમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. સેજકપર તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો આપનાર તરીકે રાજુભાઈ ધનજીભાઈ બારૈયા રહે. ગરંભડી તાલુકો સાયલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સો ઉપરાંત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









