મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચ્યો


SHARE







મોરબી તાલુકા પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચ્યો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શ્યામ હોટલ પાસે વાહન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી બાઇક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી વાહનના કાગમાંગવામાં આવ્યા હતા ત્યારે તે ફરતું ફરતું બોલતો હોવાના કારણે પોકેટ એપ્લીકેશનથી બાઇક નંબરના આધારે ચેક કરવામાં આવતા તે બાઈક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી કુલ મળીને ત્રણ ચોરા બાઇક મળી આવ્યા છે જેને પોલીસે કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હતું ત્યારે શ્યામ હોટલ સામેથી બાઈક નંબર 11 બીજી 6253 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી બાઈકના કાગમાંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે બાઈકના કાગળ ન હોવાથી પોલીસે પોકેટ એપ્લિકેશન મારફતે સર્ચ કરતા આ બાઈક કેશોદ તાલુકાના બડોદર ગામના ઋષિકેશ પ્રવીણભાઈ માઢકનું હોવાનું સામે આવ્યું હતું અને વધુ પૂછપરછ કરવામાં આવતા બાઈક ચોરી કરીને મેળવેલ હોવાની બાઇક સાથે પકડાયેલ શખ્સે કબૂલાત આપી હતી જેથી કરીને ચોરાઉ બાઇક સાથે તે શખ્સને પકડીને પોલીસે આગળની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી કુલ મળીને ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેમાં બાઈક નંબર જીજે 11 બીજી 6253, જીજે 6 એસ 3737 તથા જીજે 13 એસએસ 1290 નો સમાવેશ થાય છે આ 55 હજાર રૂપિયાની કિંમતના ત્રણેય બાઇકને કબ્જે કરીને પોલીસે આરોપી હસમુખભાઈ ગેલાભાઈ છાસિયા (22) રહે. સોકા સીરામીકની મજુરની ઓરડીમાં જુના રફાળેશ્વર રોડ તાલુકો મોરબી મૂળ રહે. યુપી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં જે ત્રણ ચોરાઉ બાઇક હાલમાં કબ્જે કર્યા છે તેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની બે બાઈક ચોરીનો ભેદ ઉકેલાયેલ છે






Latest News