માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત
મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો
SHARE
મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો
લાલબાગ ઉપનગર સરસ્વતી પ્રભાત શાખાના સ્વયંસેવક તથા સિરામિક ટ્રેડિંગના વ્યવસાયી હર્ષદભાઈ મોહનભાઈ ઉઘરેજાએ તેમની દીકરી દિત્યાનો તૃતીય જન્મદિવસ અનોખી રીતે ઉજવી સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યના પંચ પરિવર્તન બિંદુઓને સાર્થક બનાવ્યા હતા આ તકે સેવા ભારતી ગુજરાત સંલગ્ન મોરબી ખાતે સેવા વસ્તી વિસ્તારમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્રોના 85 થી વધુ બાળકોને સ્કૂલ કીટ અને ચોકલેટ વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સરસ્વતી પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ જાકાસણીયા અને હર્ષદભાઈની ધર્મપત્ની પણ સહભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિત્યાનો પ્રથમ જન્મદિવસ વડિલ વંદના અને બીજા જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.