મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે જેનો મોરબી પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો, ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો જેમાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉમા સંસ્કાર ધામ ખાતે ઉમા આદર્શ લગ્ન વ્યવસ્થાનો લાભ લઈને 389 જેટલા લગ્ન કરવવામાં આવ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજે પણ આવી વ્યવસ્થા શરૂ કરેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી જે કામ કરવામાં આવે છે તેની માહિતી લોકોની સમક્ષ મૂકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાયું હતું, અને મંત્રી તેમજ આગેવાનોના હસ્તે ઉમા સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય માહિતીને લોકો સુધી પહોચડવા માટે "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંકનું વિમોચન કરવામાં આવ્યુ હતું,

આ કાર્યક્રમમાં બેચરભાઈ હોથીએ લોકોનું શાબ્દિક સ્વાગત કરીને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ ત્રમ્બકભાઈ ફેફરે સંસ્થાની જાણકારી આપી હતી, તો દિનેશભાઈ વડસોલાએ સેવાકીય પ્રકલ્પોની માહિતી લોકોને આપી હતી. આ કાર્યક્રમમાં જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય)એ ઉમા સંસ્કાર ધામની સેવાને બિરદાવી હતી, ત્યાર બાદ દાતાઓનું મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું, આ કાર્યક્ર્મમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, દાતાઓ, જુદીજુદી સંસ્થાના અગ્રણીઓ, સિરામિક એસો. આગેવાનો, ઉદ્યોગકારો સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ તેમજ અરુણભાઈ વિડજા વગેરેએ જહેમત ઉઠાવી હતી, અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને એમ.વી.દલસાણીયાએ કર્યું હતું.




Latest News