મોરબી : સગાઈ થયેલ ત્યાં લગ્ન ન કરવા હોય અંતિમ પગલુ ભરી લેતા યુવાનનું મોત
વાંકાનેર: પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતાં મહિલાએ અનંતની વાટ પકડી
SHARE
વાંકાનેર: પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીરમિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાને સવારનો નાસ્તો કરવા બાબતે તેના પતિ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તે મહિલા રિસાઈ ગઈ હતી અને તેનો પતિ રૂમની બહાર જતાની સાથે જ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘનશ્યામસિંહ આદિવાસીના પત્ની રીટાસીંગ ઘનશ્યામસિંગ આદિવાસી (22)એ પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ આ બનાવની મૃતક મહિલાના પતિ ઘનશ્યામસિંહ આદિવાસીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મહિલાના લગ્ન ચારેક વર્ષ પહેલાં થયા હતા અને બનાવના દિવસે મૃતક મહિલાને તેના પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ મહિલા રિસાઈ ગઈ હતી અને તેનો પતિ રૂમની બહાર જતાની સાથે તેને પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
માળિયા (મી)ના જસાપર ગામે રહેતા હરદેવભાઇ સવાભાઈ હુંબલ (36) નામના યુવાનને ખાખરેચી અને કુંભારીયા ગામ વચ્ચે સ્કોર્પિઓ ગાડી ખાડામાં ઉતરી જતા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના મકનસર ગામે રહેતા જીગ્નેશ કનુભાઈ બેડીયા (27) નામના યુવાને એસિડ જેવું કોઈ પ્રવાહી પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર બાઈકમાંથી પડી જવાના કારણે સર્વજીત યાદવ નામના વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
કાર અને બાઈક વચ્ચે અકસ્માત
મોરબી નજીક આવેલ વેન્ટો સિરામિક કારખાના પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોડપર ગામે રહેતા બળવંતભાઈ જગદીશભાઈ બાવરવા (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









