હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પહેલા ઢગલામાં આગ લાગતાં અંદાજે 400 મણ કપાસ ખાખ
મોરબી : સગાઈ થયેલ ત્યાં લગ્ન ન કરવા હોય અંતિમ પગલુ ભરી લેતા યુવાનનું મોત
SHARE
મોરબી : સગાઈ થયેલ ત્યાં લગ્ન ન કરવા હોય અંતિમ પગલુ ભરી લેતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ સોલારેક્ષ સિરામીકના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના અપરણીત યુવાને ગઈકાલે તા.7ના રોજ યુનીટના કમ્પાઉન્ડ વોલ ખાતે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અનિલભાઈ બાબુલાલ પાલ નામનો 27 વર્ષનો યુવાન મજુરીકામ કરતો હતો તે ગુમ થયો હતો અને શોધખોળના અંતે યુનીટના કમ્પાઉન્ડ વોલ ખાતે ગળેફાંસો કાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે નોંધ કરી કારણ અંગે તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતકની જયાં સગાઈ થયેલ ત્યાં તે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી અંતિમ પગલુ ભરી લેતા મોત નિપજયું હતું.
વાહન અકસ્માત
સામખીયારી પાસે બે ટ્રક અથડાતા મુકેશ હકમસિંગ ગુર્જર (24) મુળ રહે. એમપીને સારવાર માટે મોરબી લવાયો હતો. વાંકાનેરના રહેવાસી ઉસ્માનભાઈ આદમભાઈ ચૌધરી (54) બાઈક લઈને જતા હતા ત્યારે તાલુકાના અરણીટીંબા ગામ પાસે બાઈકની આડે અચાનક ગુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઉસ્માનભાઈને સારવાર માટે લવાયેલ છે. હળવદના ઈસનપુર અને નવા અમરાપુરની વચ્ચે ધાવડી માતાના મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જતા ઘનશ્યામ શિવભાઈ સોનગ્રા (53) નામના આધેડને સારવાર માટે લઈ જવાયા હતા.
દવા પી જતા
વાંકાનેરના ગારીડા ગામે રહેતા પરીવારની માનસીબેન દેવરાજભાઈ ધોળકીયા નામની 17 વર્ષની યુવતીએ કોઈ કારણસર દવા પી લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે ખસેડાઈ હતી તેમજ જામનગર જોડીયા નજીકના પીઠડ ગામ પાસેના ટીંબડી ગામે પડાણાના રસ્તે આવેલ માવના ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા બાબુભાઈ ટપુભાઈ જીલરીયા (69)ને (રહે. ટીંબડી જોડીયા)ને સારવારમાં ખસેડાયા હતા.
સારવારમાં
જયારે જામકંડોરણા પાસેના ખજુરડા ગામના રહેવાસી માનવ કલ્પેશ પનારા (19) અને નીકુંજ શાંતીલાલ પનારા (43) બાઈકમાં જતા હતા ત્યારે ખજુરડા જામકંડોરણા રોડે વાહનમાંથી પડી જતા બંનેને સારવારમાં મોરબી સાગર હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબી પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગર પાસે બાઈક સ્લીપ થતા નયનભાઈ છગનભાઈ વિરમગામા (42) રહે. સરવડ માળીયા (મીં)ને સારવારમાં લઈ જવાયા હતા. તો મોરબી પીપળી ગામે જલારામ આઈલ મીલ પાસે બાઈકમાંથી પડી જતા પુનિત મનસુખભાઈ ખંઝરીયા (19) રહે. ખેરની વાડી મોરબીને અત્રે ઓમ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો. જયારે બેલા ગામે ચોકડી ખાતે ટુ વ્હીલર સ્લીપ થઈ જતા ઈજા પામેલ શાહબાઝ આલમભાઈ શેખ (19) રહે.તીરૂપતી મારૂતી પાર્કને સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો









