વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના માટેલ ગામની સીમ આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના રૂમમાં પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી 108 મારફતે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનહાર્ટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા (35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના રૂમની અંદર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
મહિલા સારવારમાં
હળવદના માનગઢ ગામે રહેતા લાભુબેન માવજીભાઈ પટેલ (59) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને વાડીએ જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
માળીયા (મી)ના અંજિયાસર ગામે રહેતા બાયદાણી અસાક હાસમભાઈ (27) નામનો યુવાનો મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમા સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









