મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી
SHARE
વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી
વાંકાનેરમાં આંબેડકરનગરમાં રહેતા આધેડે તેઓના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે સામેવાળાએ ઝઘડો કરીને લાકડી વડે આધેડને માર માર્યો હતો તેમજ તેઓને બચાવવા માટે વચ્ચે પડેલ તેની દીકરી અને દીકરાને પણ લાફા, ઢીકા અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ પાટડીના રહેવાસીને હાલમાં વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-3 માં રહેતા વૈશાલીબેન મહેશભાઈ રાઠોડ (26)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ મનુભાઈ સોલંકી, મનુભાઈ નથુભાઈ સોલંકી, પ્રકાશભાઈ મનુભાઈ સોલંકી, જયાબેન મનુભાઈ સોલંકી તેમજ શીતલબેન મનુભાઈ સોલંકી રહે. બધા મહાવીરનગર સોસાયટી વાંકાનેર તથા અમૃતભાઈ નથુભાઈ સોલંકી રહે. આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘર પાસે મહેશભાઈ સોલંકી ગાળો બોલતો હતો જેથી ફરિયાદીના પિતા અરવિંદભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી માટે મહેશભાઈએ ફરિયાદીના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના પિતાને મહેશભાઈ અને પ્રકાશભાઈએ લાકડી વડે માર માર્યો હતો ત્યારે તેને બચાવવા ફરિયાદી વચ્ચે પડતાં તેને મહેશભાઈએ જમણા ગાલે લાફો મારીને વાસાના ભાગે ઢીકો માર્યો હતો અને ફરિયાદીનો ભાઈ જીતેશ ઘરની બહાર આવતા તેને પગમાં લાકડી મારીને ઇજા કરવામાં આવી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને ફરિયાદીના ઘર પાસે આરોપીઓ ગાળો બોલતા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા જયાબેનએ ફરિયાદીનો જમણો હાથ પકડીને તેને કોણી અને કાંડા પાસે ઈજા કરી હતી અને શીતલબેને ફરિયાદીને વાળ પકડીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી
મોરબીના રાજપર ગામની સીમમાં જગદીશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી દેવલાભાઈ તેરીયાભાઇ નાયકા (36)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજપર ગામની સીમમાં દિલીપભાઈ મોહનભાઈની વાડી પાસે તેઓએ બાઈક નંબર જીજે 34 આર 2239 પાર્ક કરીને મૂક્યું હતું જે 55,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









