મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જલારામ જીનની પાછળના ભાગમાં રહેતા પરિવારની દીકરીએ તેઓના ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવતી અને તેના પરિવારજનોને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ ધોકા અને પાઇપ વડે મારમાર્યો હતો અને અન્ય બે શખ્સો ત્યાં કુહાડી અને ધોકા લઈને આવ્યા હતા અને તેણે પણ ગાળો આપીને ફરિયાદી તથા સાહેદોને મારમાર્યો હતો અને ઈજા કરી હતી જે બનાવમાં ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જલારામ જીનની પાછળના ભાગમાં મદ્રાસાની નજીક ત્રણ માળિયા મકાન પાસે રહેતા મુસ્કાનબાનુ અફઝલખાન પઠાણ (22)એ હાલમાં નાઝીમભાઈ આબિદભાઈ કલાડિયા, અબરાર આબિદભાઈ કલાડિયા, મુબીનભાઈ ઇસ્માઈલભાઈ માથાકિયા, આર્યનભાઈ મહેમુદભાઈ મકવાણા, સલમાનભાઈ મુન્નાભાઈ કાજી અને મુન્નાભાઈ ઈકબાલભાઈ કલાડિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 11/10 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં નાઝીમભાઈ કલાડિયાને ફરિયાદીએ તેઓના ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ફરિયાદી અને સહેદોને ગાળો આપી હતી અને ત્યાર બાદ નાઝીમભાઈ, અબરારભાઈ, મુબીનભાઈ અને આર્યનભાઈ ધોકા પાઇપ લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદો સાથે મારા મારી કરી હતી ત્યાર બાદ સલમાનભાઈ કુહાડી લઈને અને મુનાફભાઈ લાકડાનો ધોકો લઈને સ્થળ ઉપર આવ્યા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો તથા ધોકા વડે મારમાર્યો હતો જેથી સાહેદ અશરફભાઈને મણકાના ભાગે ફેક્ચર અને સાનિયાબેનને કાંડાના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે અને આરોપીઓએ ફરિયાદી તેમજ સહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બેલા નજીકથી બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સોમનાથ મિનરલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2200 ની કિમતની દારૂની બોટલ સાથે સાહિલભાઈ ઓસમાણભાઈ નારેજા (28) રહે. બેલા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News