મોરબીના વણકરવાસમાં શાળાની બાજુમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ સાથે પકડાયા
વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ઓવર બ્રિજ ઉતરતા મોરબી તરફ આવી રહેલ અતુલ શક્તિ રીક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં રીક્ષા ચાલક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી તેની કાર લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મકનસર ગામે આવેલ વાદી વસાહત પાસે રહેતા જીવરાજભાઈ દેવશીભાઈ પરમાર (31)એ કાર નંબર જીજે 36 એજે 9792 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરથી મોરબી તરફ આવવાના નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ચોકડીએ ઓવરબ્રિજ ઉતરતા તેમનો ભાઈ ધરમશીભાઈ દેવશીભાઇ પરમાર (40) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 એવી 0771 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રિક્ષામાં તેની સાથે તેનો દીકરો સંજય (14) પણ બેઠેલ હતો ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીના ભાઈ ધરમશીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જો કે, ફરિયાદીના ભત્રીજાને નાના મોટી ઇજાઓ થયેલ હતી. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









