મોરબીના વણકરવાસમાં શાળાની બાજુમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના વણકરવાસમાં શાળાની બાજુમાં જુગાર રમતા 7 શખ્સો 11,200 ની રોકડ સાથે પકડાયા
મોરબીના વણકર વાસમાં શાળાની બાજુમાં ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 11,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વણકરવાસમાં શાળાની બાજુમાં બાબુભાઈના ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોમનસિંહ ઓમપ્રકાશ પાલ (35) રહે. નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી મોરબી, ત્રિલોકસિંગ દર્શનસિંગ સેગર (42) રહે. નવલખી રોડ યમુનાનગર મોરબી. બ્રિજમોહનભાઈ પ્રહલાદભાઈ સુથાર (25) રહે. નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી મોરબી, રૂસ્તમસિંગ મહેન્દ્રસિંગ સેગર (30) રહે. યમુનાનગર શેરી નં-3 મોરબી, અતુલસિંગ રામપ્રકાશસિંગ તોમર રહે. રબારીવાસ જેલ રોડ મોરબી, અનુરાગસિંઘ પરાગસિંઘ સેગર (25) રહે. મોમાઈ માતાના મંદિર સામે શિવ શક્તિ ડેલામાં વણકરવાસ મોરબી તથા અમિતભાઈ રમેશભાઈ સેગર (26) રહે, મોમાઈ માતાના મંદિર પાસે વણકરવાસ બાબુભાઈની ઓરડીમાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.