મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત


SHARE











દંપતિ ખંડિત: વાંકાનેર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડ મહિલાનું મોત

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નેશનલ હાઈવે રોડ ઉપર જીપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે ઇજાઓ થઈ હતી જોકે, તેમના પત્નીના માથા અને છાતીના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા હતા જેથી તેની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ સારલા (31)ટ્રક નંબર જીજે 11 વાય 9466 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી જીપરા જકાતનાકા પાસે આવેલ હરસિદ્ધિ હોટલ સામેથી તેઓના પિતા બાઈક નંબર જીજે 3 ઇએમ 0668 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર ફરિયાદીના માતા શારદાબેન પ્રવીણભાઈ સારલા (55) પણ તેઓની સાથે બેઠેલા હતા અને ટ્રક ચાલકે ફરિયાદીના પિતાના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને કપાળના ભાગે, જમણી આંખ પાસે, જમણા પડખામાં અને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જોકે, ફરિયાદીની માતા શારદાબેનના માથાના ભાગે તથા શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News