પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષા દૂર ન કરતાં યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE















મોરબીમાં રીક્ષા દૂર ન કરતાં યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે આવેલ સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ ઉપર યુવાન પોતાની રીક્ષા રાખીને ઉભો હતો ત્યારે ત્યાંથી તેને રીક્ષા લઈ લેવા માટે એક શખ્સે કહ્યું હતું ત્યારે યુવાને તેની રીક્ષા ત્યાંથી દૂર કરી ન હતી જેથી ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો ત્યારબાદ તેની રીક્ષા ઉપર પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો અને યુવાનને પણ પથ્થરનો ઘા મારીને જમણા હાથના કાંડામાં ઇજા કરી હતી આટલું જ નહીં તેની સાથે જપાજપી કરીને નીચે પડી દઈને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રીસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના ભડીયાદ ગામે રામાપીરનો ઢોરો વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ શામજીભાઈ વઘોરા (42)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, ભડિયાદ કાંટા પાસે આવેલ સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ ખાતે ફરિયાદી પોતાની રિક્ષા નંબર જીજે 3 એએફ 9710 લઈને ઉભો હતો દરમિયાન આરોપીએ ફરિયાદીને તેની રિક્ષાને ત્યાંથી લેવા માટે કહ્યું હતું જો કે, ફરિયાદીએ ત્યાથી રીક્ષા ન લેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને રીક્ષા પર પથ્થરનો ઘા મારીને રીક્ષાનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાન આરોપી પાસે જતા આરોપીએ તેને પથ્થરનો ઘા મારીને જમણા હાથના કાંડાના ભાગે ઇજા કરી હતી અને જપાજપી કરીને યુવાનને જમીન ઉપર પાડી દઈ જમણા હાથ, જમણા પગ અને શરીરે ઇજા કરી હતી અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News