મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ: પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવા જયસુખભાઇ પટેલે કરેલ અરજી રદ્દ


SHARE













મોરબી ઝૂલતા પુલ કેસ: પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવા જયસુખભાઇ પટેલે કરેલ અરજી રદ્દ

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓ પૈકી જયસુખભાઈ પટેલના પણ શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે જોકે, તેઓએ તેમનો પાસપોર્ટ કાયમી ધોરણે તેમને પરત આપવામાં આવે તેના માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સામે જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા તેઓને અરજીને રદ કરવામાં આવેલ છે

મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી 135 લોકોના મોત નિપજ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને દસ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓના જુદીજુદી શરતોને આધીન જામીન મજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા તેઓનો પાસપોર્ટ તેમને કાયમી ધોરણે પરત આપવામાં આવે તેના માટે તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા તેઓની અરજીને રદ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખભાઈ પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં જુદીજુદી શરતો પૈકી તેમણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા માટેની પણ શરત રાખવામાં આવી છે જે શરતને દૂર કરીને તેઓને કાયમી ધોરણે પાસપોર્ટ પરત આપવામાં આવે તે માટે જયસુખભાઇ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે અગાઉ જયસુખભાઇ પટેલે તેમનો કોર્ટમાં જમા કરાવેલ પાસપોર્ટ કોર્ટમાંથી એક મહિના માટે પાછો મેળવ્યો હતો અને ત્યાર બાદ તેઓ વિદેશ ગયા ન હતા જેથી આ બાબત સહિતની બાબતોને ધ્યાને રાખીને જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાન રાખીને કોર્ટ દ્વારા હાલમાં જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજીને રદ કરવામાં આવી છે. તેવી માહિતી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળેલ છે.




Latest News