મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી 30 હજારની કિંમતના કોપર વાયરની ચોરી
મોરબીમાં ઘરની છત ઉપર પારા પેટે બેઠેલા યુવાનને ચક્કર આવતા નીચે પડતા ગંભીર ઈજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીમાં ઘરની છત ઉપર પારા પેટે બેઠેલા યુવાનને ચક્કર આવતા નીચે પડતા ગંભીર ઈજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરની છત ઉપર પારા પેટે બેઠો હતો દરમિયાન તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનો મોત નીપજ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ હરિભાઈ પરમાર (30) નામનો યુવાન પોતાના ઘરે છત ઉપર બેસવા માટે ગયો હતો અને છતની પારા પેટ ઉપર બેઠો હતો દરમિયાન અચાનક ચક્કર આવતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી ને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતક યુવાનના ભાઈ કમલેશભાઈ હરિભાઈ પરમાર (37) રહે. ઇન્દીરાનગર મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









