ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં
વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી
SHARE
વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી
વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ દરગાહની પાછળના ભાગમાં એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર મૂક્યું હતું જેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરમાં આવેલ એસટીના વર્કશોપની પાછળના ભાગમાં મનમંદિર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મનોજભાઈ આંબલીયા (41)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાકાનેરના ચંદ્રપુર પાસે મોમીનશા બાવાની દરગાહ પાછળના ભાગમાં આવેલ તેઓના એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3691 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટર લોડરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૧૨ લાખના ટ્રેકટર લોડરની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હનુમાન મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ મેરજા નામનો યુવાન સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ બાજુથી ઘર તરફ જતો હતો તે રસ્તે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયેલ હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સામાકાંઠેની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) રહે.રાતાવિડા વાંકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જે અંગે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે. તેમજ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમિનેટના લેબર ક્વાર્ટર ખાતે બીજા માળની ઊંચાઇએથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા જયસિંહ શેટ્ટી (ઉમર 29) નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.