ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં
SHARE
ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં
ટંકારાના જબલપુર ગામે પ્લોટ વિસ્તારમાં મગફળીનો ભૂકો પડ્યો હતો અને તેમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને સવારે ત્રણ વાગ્યાના અરસામાં જબલપુર ગામે આગ લાગી હોવાની મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી અને મગફળીના ભુકામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના જણાવ્યા મુજબ 36 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી છે અને અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.