મોરબીના શનાળા રોડ રહેતા યુવાને તેના જ ઘરમાં ન કરવાનુ કરી નાખ્યુ
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘરમાંથી દારૂની 279 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ
SHARE
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘરમાંથી દારૂની 279 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સ્મશાનની બાજુમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની-મોટી 279 બોટલ મળી આવતા 1,04,050 નો દારૂ કબ્જે કર્યો હતો. જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાટિયા સોસાયટીમાં સ્મશાનની બાજુમાં રહેતા મુકેશ ઉર્ફે ગોગન તુવરના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 4 અને નાની 275 આમ કુલ મળીને દારૂની નાની મોટી 279 બોટલ મળી આવતા 1,04,050 ની કિંમતમાં મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશ ઉર્ફે ગોગાન સુરેશભાઈ તુવર રહે ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગાર
મોરબીના ભડિયાળ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હક્કિત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અફઝલભાઈ ઉર્ફે જલો અકબરભાઈ સમા (28) રહે સોઓરડી શેરી નંબર 6 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબ્જે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા છે