મોરબીમાં શિક્ષણના લાભાર્થે યોજાએલ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા
મોરબીના શનાળા રોડ રહેતા યુવાને તેના જ ઘરમાં ન કરવાનુ કરી નાખ્યુ
SHARE
મોરબીના શનાળા રોડ રહેતા યુવાને તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટી રામેશ્વર મંદિરની સામેની શેરીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરની સામેના ભાગમાં રહેતા વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (25) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે
બીમારી સબબ મોત
મોરબી નજીકના સનાળા ગામે રહેતા યોગરાજસિંહ જસુભા ઝાલા (43) નું બીમારી સબક મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.









